બગસરાના હાલરિયા ગામની યુવતી પર સુરતમાં સાસરિયાએ સિતમ ગુજાર્યો હતો. આ અંગે
વૃતિકાબેન નિકુંજભાઈ કાથરોટીયા (ઉ.વ.૨૭)એ પતિ નિકુંજભાઇ રમેશભાઇ કાથરોટીયા, જેઠ દિવ્યેશભાઇ રમેશભાઇ કાથરોટીયા, જેઠાણી સોનલબેન દિવ્યેશભાઇ કાથરોટીયા, સસરા રમેશભાઇ પ્રાગજીભાઇ કાથરોટીયા તથા સાસુ અનસુયાબેન રમેશભાઇ કાથરોટીયા સામે ફરિયાદ નોંધાવી હતી. સાસુ-સસરા, જેઠ-જેઠાણીની ચડામણીથી પતિએ મુંઢમાર માર્યો હતો. બધાએ એકસંપ કરી તેમને મેણાટોણા મારી શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.એસ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.








































