અમદાવાદના શાસ્ત્રીબ્રિજને ભારે વાહનો માટે બંધ રાખવાના પોલીસ કમિશનરના પરિપત્રનું માત્ર ૨૪ કલાકમાં જ સુરસુરિયું થઈ ગયું છે. પ્રતિબંધ હોવા છતાં શાસ્ત્રીબ્રિજ પરથી ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા હોવાનું આજે સામે આવ્યું છે. જેના કારણે છસ્ઝ્ર અને પોલીસ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
ગઈકાલે પોલીસ કમિશનર દ્વારા આગામી ૧૧ મહિના માટે શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગો અને ડાયવર્ઝનની પણ વ્યવસ્થા દર્શાવવામાં આવી હતી. જાકે હકીકતમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે વિપરીત જાવા મળી. આજે કેમેરામાં અનેક ભારે વાહનો શાસ્ત્રીબ્રિજ પરથી નિઃસંકોચ પસાર થતા નજરે પડ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે બ્રિજ પાસે ક્યાંય પોલીસ બંદોબસ્ત પણ જાવા મળ્યો નહોતો. ડાયવર્ઝન હોવા છતાં ડ્રાઈવરો નિર્ભયતાથી બ્રિજ પરથી ભારે વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા. જે દર્શાવે છે કે પરિપત્રનું અમલીકરણ માત્ર કાગળ પર જ સીમિત રહ્યું છે.
શહેર પોલીસ કમિશનર અને ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટીયલ ખરાબ થઈ ગયા હોવાના કારણે ૧૧ મહિના માટે અંહિયા ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ જ્યારે વહેલી સવારે ફ્ફ દ્ગીજની ટીમ આ જગ્યાએ પહોંચી તો જાયું કે ત્યાં કોઈપણ પ્રકારનો પોલીસનો બંદોબસ્ત હતો નહીં. અને ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ડમ્પર કે પેસેન્જર બસ જેવા ભારે વાહનો બેરોકટોક અંહિયાથી પસાર થઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહયું છે.
શાસ્ત્રીબ્રિજની માળખાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેનું યોગ્ય પાલન ન થતાં અકસ્માતના જાખમ સાથે જાહેર સુરક્ષા પર પણ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. પરિપત્રના સુરસુરિયાથી છસ્ઝ્ર અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનની ખામી સામે આવી છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે જા પોલીસ કમિશનરના આદેશોનો જ અમલ ન થતો હોય તો શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સલામતી કેવી રીતે સુનિશ્ચિત થશે? આ મામલે જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જાવાનું રહેશે.









































