સાવરકુંડલાથી ચલાલા, ધારી, બગસરા, જૂનાગઢ, વિસાવદર, સતાધાર, બિલખા, જેતપુર વગેરે શહેરો તરફ બસ માટે તેમજ અહીંથી વાયા ચલાલા તરફ જવા માટે સાવરકુંડલાના નેસડી રોડ પર હાલ કોઈ સુવિધાસભર પીકઅપ બસસ્ટેશનની સુવિધા ઉપલબ્ધ નથી. લોકો અહીંથી વરસાદ, તડકો અને ઠંડીમાં પણ ઊભા રહીને બસ પકડે છે. ઘણીવાર તો બસ મોડી હોય કે કેન્સલ હોય ત્યારે વૃદ્ધજનો અને બાળકો સાથે મહિલાઓની હાલત પણ કફોડી હોય છે. તાપ, કે વરસાદ વચ્ચે પણ નાછૂટકે અહીં નેસડી રોડ પર મુસાફરો બસની જાતા ઉભા હોય છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તારના લોકોની હાલાકી નિવારવા માટે અહીં સુવિધાયુક્ત શૌચાલય સાથેનું
આભાર – નિહારીકા રવિયા એક પીકઅપ બસ સ્ટેશન તાત્કાલિક બનાવવા માટે માગણી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા આ સંદર્ભે અંગત રસ લઈને એસ ટી પીકઅપ બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.