સાવરકુંડલાના વતની દાતા, ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી એવા મુંબઇસ્થિત માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સહયોગથી શહેરના જરૂરિયાતમંદ વિસ્તારમાં મિક્સ ચીકીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ ભટ્ટ, મંત્રી નંદલાલ જે. સાદિયા, અઠુભાઈ ઠક્કરના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમોએ શહેર ફરતે ઝૂંપડપટ્ટીના બાળકોને ચીકીનું વિતરણ કર્યું હતું. આ તકે કે. ડી. મહેતા, પ્રકાશભાઈ ગોસ્વામી, ધનજીભાઈ કાચા, રતિભાઈ સુરજીવાળા, મહેન્દ્રભાઈ જાગાણી, બસીરભાઈ યાદવ, મુકેશભાઈ જેઠવા વગેરેએ પોતાના વાહનો દ્વારા આ સેવાકાર્યમાં સહયોગ આપેલ.