સાવરકુંડલા સમસ્ત લુહાર સમાજ અને મુળદાસ યુવક મંડળ દ્વારા લુહાર કુળભૂષણ સંત મહાત્મા મુળદાસજીની ૩૫૧ની જન્મજયંતિ વિક્રમ સવંત ૨૦૮૨ કારતક સુદ ૧૧ને તા.૨/૧૧/ર૦રપના રોજ ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સંત મહાત્મા મુળદાસજીનું પૂજન, ધ્વજારોહણ અને આરતી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. પૂજન વિધિનો લાભ કેશુભાઈ નારણભાઈ મકવાણા પરિવારમાંથી પ્રફુલાબેન તથા મહેશભાઈ કેશુભાઈ મકવાણાએ લીધો હતો. આ માંગલિક પ્રસંગે જ્ઞાતિના વડીલો, જ્ઞાતિ પ્રમુખ, કારોબારી કમિટી તેમજ જ્ઞાતિમાં ચાલતા દરેક મંડળ સહિત સમસ્ત લુહાર પરિવાર સહભાગી બન્યા હતા.