શહેરના મહત્વપૂર્ણ સાવરકુંડલા-નેસડી રોડ પર વાહનોની બેફામ ગતિને રોકવા અને અકસ્માતો ટાળવા માટે તંત્ર દ્વારા બમ્પ મુકવાની કામગીરી કરવામાં આવી છે. ન્યારા પેટ્રોલ પંપથી શહેરના ખોડીયાર પાન સુધીના વિસ્તારમાં કુલ ૧૨ સ્પીડ બ્રેકર (બમ્પ) મૂકવામાં આવતા રહેણાંક સોસાયટીઓ, હીરા કારખાનાઓના શ્રમિકો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ માર્ગ અમરેલી તરફ જતા ભારે વાહનો માટે મુખ્ય ગળું છે. રસ્તો સારો હોવાથી ચાલકો અતિશય ગતિએ વાહન ચલાવતા હતા, જેથી અહીં વારંવાર અકસ્માતો બનતા હતા. અલીકડા જયસુખભાઈનો ગંભીર અકસ્માત થયો હતો. બમ્પ બનતા હવે વાહનોની ગતિ પર અંકુશ લાગ્યો છે. જોકે, સલામતી માટે સ્થાનિકોએ બમ્પ પર સફેદ પટ્ટા અને રેડિયમ લગાવવા તેમજ ચેતવણી બોર્ડ મૂકવાની માંગ કરી છે.









































