સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રોડ ઉપર બંને સાઈડ બાવળોનું સામ્રાજ્ય જોવા મળે છે. ગોરડકાથી લીખાળા રોડ, ગોરડકાથી મેરીયાણા રોડ, મેરીયાણાથી વીજપડી રોડ, લીખાળા વીજપડી રોડ, લીખાળા ખડસલી રોડ તેમજ વીજપડી ચીખલી રોડ, ચીખલીથી રેલવે સ્ટેશન રોડ જેવા ગ્રામ્ય વિસ્તારોના રોડ પર વધારે પ્રમાણમાં બાવળનું સામ્રાજ્ય વધી ગયેલ છે અને વન્યપ્રાણીની કનડગત વધારે પ્રમાણમાં હોવાથી તાત્કાલિક અસરથી આ બાવળનું સામ્રાજ્ય દૂર કરવા લોકમાંગ ઉઠી છે.