સાવરકુંડલામાં પ. પૂ. ઉષામૈયાના આશીર્વાદથી કાર્યરત સદભાવના ગ્રુપ છેલ્લા ૨૨ વર્ષથી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યું છે. છેલ્લા ૧૮ વર્ષથી સદભાવના ગ્રુપ ગણેશ મહોત્સવ નું આયોજન કરે છે. ગઈ રાત્રે પ. પૂ. ઉષા મૈયાના તથા સંતોના સાનિધ્યમાં ચાલુ વરસાદે હજારો લોકો દ્વારા દાદાની મહાઆરતી ઉતારવામાં આવી હતી.અહી દર્શનાર્થીઓ દ્વારા ઘરેથી આરતીની થાળી તૈયાર કરી લાવનારને કુપન આપવામાં આવેલ અને આ કુપનનો પરમ પૂજ્ય ઉષામૈયાના હસ્તે લકકી ડ્રો કરવામાં આવ્યો હતો,આ લક્કી ડ્રોના ભાગ્યશાળી વિજેતા નંબર ૫૩૨ ભરખડા હીનાબેન રવિભાઈ ને પ, પૂ ઉષા મૈયાના હસ્તે સોનાનો સિક્કો અર્પણ કરાયો હતો. તેમજ ૨૧૦૦ કિલો લાડુની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. મહાઆરતીમાં કરસનદાસ બાપુ (કુંડલપુર હનુમાનજી મંદિર),ઘનશ્યામદાસબાપુ રામાનુજ, ઉદિતપ્રકાશ સ્વામી, નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી, હરિસ્વરૂપદાસજીસ્વામી,
ડી.એસ.પી સંજય ખરાત, એ એસ પી ગઢવી, પી.આઈ. અગ્રાવત મેડમ તેમજ દાતાઓ હાજર રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર દાદાની શાહી સવારી લાઈવ નાસિક ઢોલના સથવારે દિલ્હીની અઘોરીની ટીમ સાથે વિસર્જન શોભાયાત્રા નીકળી હતી.