અમરેલી જિલ્લામાં આપઘાતની વધુ બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. સાવરકુંડલામાં વિદ્યાર્થિનીએ તથા રાજુલામાં યુવકે ગળાફાંસો ખાધો હતો. આ અંગે સાવરકુંડલામાં રહેતા અશ્વીનભાઇ રવજીભાઇ કળથીયા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી દીવ્યાબેન કળથીયા (ઉ.વ.૨૨)ને શરદી તથા માથુ દુઃખતું હતું. જેથી ઘરના નીચેના રૂમમાં સુતી હતી. બપોરના પાંચેક વાગ્યાના સમયે ઉઠાડવા જતા છતના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. રાજુલામાં રહેતા છગનભાઇ કાળાભાઇ કળસરીયા (ઉ.વ.૫૫) એ જાહેર કર્યા મુજબ, દિનેશભાઇ છગનભાઇ કળસરીયા (ઉ.વ.૨૫)એ આર્થિક સંકડામણના કારણે ગળાફાંસો ખાઇ જતા મરણ પામ્યા હતા.









































