સાવરકુંડલા મુકામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં તા.૧૫-૦૨-૨૦૨૬ રવિવારે મહાશિવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પાવન નિશ્રામાં શિવપૂજા, સત્સંગ, રક્તદાન મહાશિબિર, પુસ્તક વિમોચન તથા ચાર પ્રહરની સામૂહિક પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન થશે. સવારે ૮ વાગ્યે શિવસ્તોત્રપાઠથી કાર્યક્રમનો પ્રારંભ થશે. ‘સદવિચાર દિવાકર’ અને ‘જીવન સુધા’ ગ્રંથનું વિમોચન પણ યોજાશે. રક્તદાન કેમ્પ દ્વારા માનવસેવા હોસ્પિટલના દર્દીઓ માટે સહાય કરવામાં આવશે. રાત્રે ૮ વાગ્યે શરૂ થતી મહાપૂજા સોમવારે સવારે પૂર્ણ થશે. કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘ગુરુ સાન્નિધ્ય’ યુ-ટ્યુબ ચેનલ પર થશે.









































