સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકિયા આટ્ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કાલેજ ખાતે આજે કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક અનોખી ‘મૂવી રિવ્યૂ કોમ્પિટિશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં કુલ ૧૫ ટીમોએ ભાગ લીધો હતો.સ્પર્ધકોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાંથી મળતા આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાયિક બોધપાઠોનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને વીડિયોની મદદથી ખૂબ જ રસપ્રદ રીતે વિશ્લેષણ રજૂ કર્યું હતું.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વિમલભાઈ વ્યાસ અને નયનભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.