સાવરકુંડલાના નેસડી ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે કવચ વનનું પૂ.લવજીબાપુની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન કવચ પ્રોજેક્ટ હેઠળ કુલ પાંચ એકરમાં ૧૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તકે સાવરકુંડલા પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા તેમજ વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.