આઇપીએલમાં સાઈ સુદર્શન રેકોર્ડઃ ગુજરાત ટાઇટન્સ ટીમ ભલે આઇપીએલની ફાઇનલમાં પહોંચી ન હોય અને ટાઇટલ જીતવાનું તેમનું સ્વપ્ન પણ અધૂરું રહી ગયું, પરંતુ ખાસ વાત એ હતી કે આ ટીમના ખેલાડીઓએ આઇપીએલમાં ઓરેન્જ અને પર્પલ કેપ મેળવી. આ સિઝનમાં સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા અને તે ઓરેન્જ કેપ જીતવામાં સફળ રહ્યો. જોકે દર વર્ષે કોઈને કોઈ ખેલાડી તેને જીતે છે, પરંતુ સાઈ સુદર્શને જે કામ કર્યું છે તે પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.
સાઈ સુદર્શને આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું. છેલ્લા દિવસ સુધી ત્રણથી ચાર ખેલાડીઓ ઓરેન્જ કેપની રેસમાં હતા, પરંતુ આ પછી પણ કોઈ સાઈ કરતા વધુ રન બનાવી શક્યું નહીં. દરમિયાન, જો આપણે એક ખાસ રેકોર્ડની વાત કરીએ, તો સાઈ સુદર્શન હવે આઇપીએલમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. અગાઉ આ રેકોર્ડ શુભમન ગિલના નામે હતો, જે હાલમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે. શુભમન ગિલે વર્ષ ૨૦૨૩માં ઓરેન્જ કેપ જીતી હતી, ત્યારે તે ૨૩ વર્ષ અને ૨૬૨ દિવસનો હતો, પરંતુ જ્યારે સાઈ સુદર્શને આ વર્ષે ઓરેન્જ કેપ જીતી હતી, ત્યારે તેની ઉંમર ૨૩ વર્ષ અને ૨૩૧ દિવસ છે.
શુભમન ગિલ પહેલા ઝ્રજીદ્ભ માટે રમતા રુતુરાજ ગાયકવાડે આવું કામ કર્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા, તેણે ૨૦૨૧માં ૨૪ વર્ષ અને ૨૫૭ દિવસની ઉંમરે ઓરેન્જ કેપ જીતી હતી. રુતુરાજ ગાયકવાડે ખૂબ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ૨૦૦૮માં જ્યારે પહેલી આઇપીએલ રમાઈ હતી, ત્યારે શોન માર્શે ઓરેન્જ કેપ જીતી હતી, ત્યારે તે ૨૪ વર્ષ અને ૩૨૮ દિવસનો હતો. આ પછી, રુતુરાજ ગાયકવાડે તેને પાછળ છોડી દીધો હતો, પરંતુ હવે કુલ ત્રણ ભારતીય ખેલાડીઓએ તેને પાછળ છોડી દીધો છે.
સાઈ સુદર્શને આ વર્ષે ૧૫ મેચમાં ૭૫૯ રન બનાવ્યા છે. તેણે એક સદી અને ૬ અડધી સદી ફટકારી છે. તેની સરેરાશ ૫૦ ની આસપાસ હતી. આ આઇપીએલમાં તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તે વર્ષ ૨૦૨૨ થી આઇપીએલ રમી રહ્યો છે અને ત્યારથી તે એક જ ટીમ માટે રમતા જાવા મળે છે. અત્યાર સુધી તેણે કુલ ૪૦ મેચમાં ૧૭૯૩ રન બનાવ્યા છે. જેમાં બે સદી અને ૧૨ અડધી સદીનો સમાવેશ થાય છે. તેને ભારત માટે ફક્ત એક જ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી હતી, પરંતુ તેણે તેમાં પણ બેટિંગ કરી ન હતી. હવે સાઈ આ માટે એક નવો દાવેદાર રજૂ કરતો જાવા મળી શકે છે. આટલા શાનદાર પ્રદર્શન પછી તે ટીમ ઈન્ડીયામાં પ્રવેશ કરી શકશે કે નહીં તે જાવાનું બાકી છે.