અમરેલી સારથી નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી લોન લઈ હપ્તા ન ભરનાર આરોપીને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. મંડળીના એડવોકેટ ચંદ્રેશ બી. મહેતા તથા અશોક બી. વાળાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા અમરેલી એડી. ચીફ જ્યુડી. મેજી. જજ સાહેબે આરોપી રાજેશભાઈ ધીરુભાઈ ભાલુને એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ મંડળીને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આરોપીએ રૂ.૧ લાખની લોન લીધા બાદ હપ્તા ચૂકવ્યા નહોતા. બાદમાં રૂ.૧.૦૦.૦૯૧/- નો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થતાં મંડળીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. લીગલ નોટિસ બાદ પણ બાકીદારનો કોઈ જવાબ ન મળતાં કાનૂની કાર્યવાહી થઈ. કોર્ટના આ ચુકાદાથી મંડળીમાંથી લોન લઈ ન ચૂકવનારાઓમાં ફડફડાટ ફેલાયો છે.