અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ૨૬મી જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક પર્વ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમના વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષણગણ અને સંચાલક તથા આમંત્રિત મહેમાનો જોડાયા હતા. આ પ્રસંગે શાળાના પટાંગણમાં મીટ્ટી કિ ખુશ્બુ નામે એક પર્યાવરણ અને દેશભક્તિ પ્રદર્શનનું આયોજન કરેલ છે. ધ્વજવંદન અતિથિ વિશેષ અનિલભાઈ વેકરીયા, સૌરાષ્ટ્ર નાગરિક સહકારી મંડળી બગસરાના ચેરમેનના હસ્તે કરાવવામાં આવેલ. આ પ્રસંગે ભાનુભાઈ કિકાણી તેમજ સંવેદન ગ્રુપના અગ્રણી વિપુલભાઈ ભટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસીયાએ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અને સારા નાગરિક બની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રાસંગિક વક્તવ્ય તેમજ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા.









































