બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તાજેતરમાં મુંબઈની એક હોસ્પિટલની બહાર તેના પિતા, પીઢ અભિનેતા શક્તિ કપૂર સાથે જ જોવા મળી હતી. શ્રદ્ધા કેઝ્યુઅલ પોશાકમાં જોવા મળી હતી. પાપારાઝી કેમેરા તેને કેદ કરતા જોતાં જ તેણે તરત જ તેમને ફોટા કે વીડિયો ન લેવાનો સંકેત આપ્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટાઓ પરથી એવું લાગે છે કે શક્તિ કપૂર તેમની પુત્રી શ્રદ્ધા કપૂર સાથે નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા. જોકે, શ્રદ્ધા અને શક્તિ કપૂર કેમ હોસ્પિટલ ગયા હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી.

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘થામા’ના ટ્રેલર લોન્ચ સમયે શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે ‘સ્ત્રી ૩’ પહેલા ‘છોટી સ્ત્રી’ નામની એનિમેશન ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત, તે ‘સ્ત્રી ૩’ અને ‘નાગિન’માં જોવા મળશે.