સાવરકુંડલા તાલુકાના શેલણા ગામની માધ્યમિક શાળા અને આંગણવાડી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા
કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં કૃમિ સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને આ ગોળીઓ આપવામાં આવે છે. આ કાર્યક્રમ મોટા ઝીંઝુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ‘આયુષ્માન આરોગ્ય મંદિર-શેલણા’ દ્વારા યોજાયો હતો. આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડો. મયુર પારધી તથા તેમની ટીમ હિંમતભાઈ પરમાર, રસીલાબેન અને અસ્મિતાબેન દ્વારા બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.









































