ગીર સોમનાથ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ વેરાવળ શહેરમાં ગણેશ વિસર્જન અર્થે નીકળનારી ગણેશજીની શોભાયાત્રાના રૂટ પર ટેકનીકલ સર્વેલન્સ દ્વારા નજર રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલ છે. આથી આજે વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. ગોસ્વામી દ્વારા ગણેશ વિસર્જન અર્થે નીકળનાર ગણેશજીની શોભાયાત્રાના રૂટ પર ડ્રોનથી સમગ્ર રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ છે.