ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્ર્સ દ્વારા આયોજીત
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોટ્ર્સ દ્વારા આયોજીત ‘વિકસીત ભારત યંગ લીડર્સ ડાયલોગ-૨૦૨૬’માં વિશાલ રાદડિયાની ‘પાથ બ્રેકર’ અને ‘યુથ આયકન’ તરીકે પસંદગી કરવામાં આવી છે. દિલ્હીના ભારત મંડપમ ખાતે ૯ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના ૫૦ લાખ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી કડક સ્પર્ધા બાદ માત્ર ૩૦૦૦ પ્રતિભાશાળી યુવાનોની પસંદગી થઈ હતી. રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે આયોજિત આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને યુવાનોને ‘વિકસીત ભારતજ્ર૨૦૪૭’ના લક્ષ્યને સિદ્ધ કરવા જરૂરી માર્ગદર્શન
પૂરું પાડ્યું હતું.







































