અમદાવાદમાં દશેરા નિમિત્તે રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં આવેલા ભડાજ ખાતેના હરે કૃષ્ણ મંદિર ખાતે છેલ્લા ૪૦ દિવસથી રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની માફક આ વર્ષે ભાડાજ મંદિર ખાતે આવતીકાલે મંગળવારે (૨૦મી ઓક્ટોબર) સાંજે સાત વાગે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મંદિર દ્વારા ૬૦ ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે.
રાવણ દહન સાથે મેઘનાથ અને કુંભકરણના પૂતળા દહન પણ યોજાવાનું છે. રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવવામાં આવશે, જેમાં અંદાજે ૧૦ હજરથી વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. અસત્ય પર સત્યના વિજયની ઉજવણીની તૈયારીઓ જાઈ લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાવણ દહન માટે વિશાલ પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભાડ જ મંદિરના પ્રભુજી શ્યામચરણ દાસના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૧ વર્ષની ભાડજ મંદિર ખાતે રાવણ દહન કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે.જેમાં પ્રથમ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો જોડાયા છે.
આ વર્ષે વિશેષ આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ તો રામચરિતમાનસ અને રામાયણની ધાર્મિક માન્યતાઓ જણાવ્યા અનુસાર, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે આશ્વીન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ લંકા પર વિજય મેળવી રાવણનો વધ કર્યો હતો. ત્યારથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વ બુરાઈ પર અચ્છાઈ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. જે આ વર્ષ ૨૦૨૬માં દશેરાના દિવસે રાવણ દહન આવતીકાલે એટલે કે ૨૦ ઓક્ટોબરે યોજશે.