અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકામાં બાંટવા દેવળીથી બરવાળા બાવળ ગામને જોડતો ફૂલકી નદી પરનો બ્રિજ વાહનવ્યવહાર માટે અયોગ્ય જાહેર કરાયો છે. અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ આ બ્રિજ પરથી વાહન અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્‌યું છે. ભારે વાહનો માટે બાંટવા દેવળી – વડીયા – બરવાળા
બાવળ રોડ અને હળવા વાહનો માટે પુલની બાજુમાં ગામમાંથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ નિર્ણય વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.