હાલમાં, રાજ્યના લગભગ દરેક ચોક અને બજારમાં એક અલગ પ્રકારનું ફળ જોવા મળી રહ્યું છે. જેને જંગલ જલેબી અથવા ગોરસ આંબલી તરીકે ઓળખવામાં આવે છે.ગામ અને રસ્તાની બાજુએ અવારનવાર ગોરસ આંબલીના વૃક્ષો જોવા મળે છે. આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે ગોરસ આ મલીનું વૃક્ષ લીમડાની જેમ વિશાળ અને નાના પાંદડાવાળું હોય છે. આ વૃક્ષનું ફળ આંબલી અને જલેબીની જેમ વાંકુચૂકું હોય છે જે સ્વાદમાં મીઠું હોય છે. આ ફળ પાક્યા પછી લાલ અને પીળા રંગનું થઈ જાય છે. મધ્યમ કદનું વૃક્ષ સદાપર્ણી હોય છે. પાંદડાં સંયુક્ત હોય છે. ફૂલો ગુચ્છામાં હોય છે. ફળ ગોળ જલેબી જેવાં હોય છે. અંદરના કાળા ઠળિયા ઉપર નરમ ગર હોય છે. લોકો તે ગર સ્વાદથી આરોગે છે.
ગુજરાતમાં ગોરસ આંબલી, વિલાયતી આંબલી, મીઠી આંબલી કે બખાઈ આંબલી તરીકે ઓળખાતું આ વૃક્ષ ઉત્તર પૂર્વિય રાજ્યો અને હિમાલયન ક્ષેત્ર સિવાય ભારતભરમાં સર્વત્ર થાય છે. ગુજરાતમાં તે દરેક વિસ્તારોમાં જોવા મળે છે અને સહેલાઈથી ઓછા પાણીએ પણ ઉછેરી શકાય છે.સૂકા વાતાવરણમાં સહેલાઈથી ઉછેરી શકાતા આ કાંટાળા વૃક્ષના આયુર્વેદિક ઉપયોગો ઘણા છે.ગોરસ આંબલીનું વૃક્ષ વર્ષમાં ફક્ત એક જ વખત એપ્રિલ અને મે મહિનામાં ફળ આપે છે, જેથી તેનો લાભ વર્ષમાં ફક્ત એક જ વખત લઈ શકાય છે.ગોરસ આંબલીમાં વિટામિન સી પ્રોટીન, કારબોહાઈડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, થાઇમીન, રિબોફ્લેવિન જેવા ખનીજો અને વિટામિન સારા પ્રમાણમાં હોય છે. તેની છાલ, પાન અને ફળનો ઉપયોગ વિવિધ રોગોના ઉપચારમાં કરવામાં આવે છે. તેની છાલના ઉકાળાથી મરડોની બીમારી મટી જાય છે.
આયુર્વેદમાં આ વૃક્ષનું વિશેષ મહત્વ છે. આ વૃક્ષમાં પુષ્કળ ઔષધીય ગુણો છે. ગોરસ આંબલી ઘણી બીમારીઓને મટાડવામાં સક્ષમ છે. ગોરસ આંબલીની તાસીર ઠંડી હોય છે.ગોરસ આંબલીમાં રહેલું પોટેશિયમ હૃદય સંબંધિત રોગો જેવા કે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવે છે. તેથી હૃદય સંબંધિત બીમારીમાં ગોરસ આંબલીનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં રહેલું ફાઇબર પાચનશક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં રહેલું આયર્ન લોહીની ઉણપને દૂર કરે છે.
આ ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો કે, તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગોરસ આંબલીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેને ઇમ્યુનિટી બૂસ્ટર પણ કહેવામાં આવે છે.
-મેક્સિકોમાં ગોરસ આંબલી દાંતના દુખાવોમાં પરંપરાગત દવા તરીકે વપરાય છે કેમકે તે નબળા પેઢાંને મજબૂત બનાવે છે. ગોરસઆંબલી મોઢાંના ચાંદાને તથા દાંતમાંથી આવતાં લોહીને પણ મટાડે છે .
-ઉનાળાની સિઝન માં ખાન-પાનને લીધે વારંવાર ઝાડા કે મરડો (આંકડી ઝાડા) ની તાસીર વાળા ને સિઝન માં રોજ સવારે ૧૦૦ ગ્રામ ગોરસઆંબલી નુ સેવન કરવુ જોઈએ.
૧. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
૨. ટાઈપ-૨ ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે.
૩. હાડકા અને માંશપેશીઓ મજબુત બનાવે છે.
૪. કબજિયાતમાં રાહત આપી પાચનક્રિયા સુધારે છે.
૫. પાનનો રસ કાનના દુઃખાવામાં રાહત આપે છે.
૬. બીજને પીસીને ઉકાળો બનાવી કોગળા કરવાથી દાંતના દુઃખાવામાં ફાયદો થાય છે.
૭. છાલને પીસી તેનો ફેસપેક બનાવી ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે.
૮. પાન અને ફૂલનો ઉકાળો શ્વાસ અને અસ્થમાના રોગમાં રાહત આપે છે.
૯. છાલનો ઉકાળો પેશાબ સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે. પથરીની સમસ્યામાં રાહત આપે છે.
૧૦. પાનનો લેપ સાંધાના દુઃખાવામાં રાહત આપે છે.
૧૧. ફળ ખાવાથી કેન્સરના કોષોની
વૃધ્ધિ અટકે છે.
૧૨. વજન ઘટાડવામાં ઉપયોગી છે.
૧૩. મગજને ઠંડુ અને શાંત રાખવામાં મદદરૂપ છે.
ગોરસ આંબલીનું ફળ ખાટું-મીઠું હોય છે. આ ઉનાળુ ફળ ઘણીવાર બાળકો દ્વારા વાંસની લાંબી અને પાતળી લાકડી સાથે તોડી લેવામાં આવે છે. કારણ કે, તેના ઝાડ કાંટાવાળા હોય છે. આ ફળ ઝુંડમાં ઉગે છે અને ખૂબ જ સુંદર લાગે છે. આ વખતે જ્યારે તમે આ ફળ બજારમાં જોશો, તેનો સ્વાદ લો, તમને તે ખૂબ જ ગમશે.
નોંધ: ઉત્તરમાં જણાવેલા આયુર્વેદિક ઉપયોગો નિષ્ણાંત વૈદ્યના માર્ગદર્શન અને સલાહ મુજબ કરવા હિતાવહ છે.















































