અમરેલી જિલ્લામાં બે પરિણીતાએ તેમના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ સાજીયાવદર ગામે રહેતી વિલાસબેન કમલેશભાઈ ચાવડા (ઉ.વ.૩૩)એ હાલ હૈદરાબાદમાં રહેતા મૂળ લુણીધાર ગામના પતિ કમલેશભાઇ અરવિંદભાઇ ચાવડા, સાસુ મંજુબેન અરવિંદભાઇ ચાવડા, સસરા અરવિંદભાઇ રામજીભાઇ ચાવડા, જેઠ રમેશભાઇ અરવિંદભાઇ ચાવડા, જેઠાણી કાજલબેન રમેશભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ લુણીધાર મુકામે તેમજ હૈદરાબાદ મુકામે ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલીમાં રહેતી વૈશાલીબેન ચિંતનભાઈ જોશી (ઉ.વ.૩૭)એ પતિ ચિંતનભાઈ ચંદ્રકાંતભાઈ જોશી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિ તેમને ઘરકામ તેમજ બાળક થતું ન હોવાથી અવારનવાર મેણાટોણા મારતા હતા. તેમજ દુઃખ ત્રાસ આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. બંને કેસની વધુ તપાસ અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. પટોળીયા કરી રહ્યા છે.