લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એમ.ડી. સાળુંકેના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આવતા હોળી-ધૂળેટી અને રમઝાન ઈદ જેવા પવિત્ર તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પરસ્પર ભાઈચારા સાથે ઉજવાય તેવા શુભ આશયથી આ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે સરપંચ વિજયભાઈ શેખલિયા, ભનુભાઈ ડાભી, નીતિનભાઈ ત્રિવેદી અને સયદૂબાપુ કાદરી સહિત બંને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.