લીલીયા મોટા ખાતે સિપાઈ સમાજના પ્રમુખ પદ માટે લોકશાહી ઢબે ભવ્ય ચૂંટણી યોજાઈ હતી. યુવાનો અને વડીલો દ્વારા બેલેટ પેપર અને મતકુટીર સાથે સુંદર આયોજન કરાયું હતું. આ રસાકસીભરી જંગમાં ‘બુલેટ’ નિશાન ધરાવતા મુસ્તાક દિલાવરભાઈ બેલીમ અને ‘બસ‘ નિશાન ધરાવતા ઈનુસભાઈ બેલીમ વચ્ચે મુકાબલો હતો. કુલ ૨૩૪ મતોમાંથી મુસ્તાકભાઈને ૧૮૫ મતો મળતા તેઓ ૧૩૬ મતના જંગી માર્જિનથી વિજેતા જાહેર થયા હતા. જીત બાદ સમર્થકોએ આતિશબાજી કરી નવનિયુક્ત પ્રમુખને વધાવ્યા હતા.









































