કાન્હા વિશ્વ વિદ્યાલય સામે થયેલી ફરિયાદોને અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નવા સત્રથી ધોરણ ૧થી ૮ સુધીના તમામ વર્ગો બંધ કરવાનો હુકમ તા. ૩-૨-૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જગદીશભાઈ ઝાંખરાની તા. ૨-૬-૨૦૨૫ અને ૯-૬-૨૦૨૫ની લેખિત ફરિયાદોના આધારે શાળાની તપાસ હાથ ધરાઈ હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલ સ્થળ તપાસમાં ભાડા કરાર, જમીનનો નકશો અને બાંધકામ મંજૂરીના મૂળ દસ્તાવેજો રજૂ ન થયાના નિષ્કર્ષ આવ્યા હતા. શાળા દ્વારા રજૂ કરાયેલ BUP સર્ટિફિકેટ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર, રાજુલાએ તે કચેરીના રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. મંજૂરી વિના હોસ્ટેલ ચલાવવાના સંકેતો પણ મળ્યા હતા. સુનાવણી અને સમયમર્યાદા છતાં પૂરતા આધાર ન રજૂ થતા RTE Rules-2012 મુજબ સમિતિ રચાઈ અને અંતે માન્યતા રદ કરવાની દરખાસ્ત નિયામક, ગાંધીનગરને મોકલાઈ હતી. નિયામકની સૂચના અનુસાર કાર્યવાહી કરતાં શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. આ પગલાંથી ખાનગી શાળા વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.
આભાર – નિહારીકા રવિયા








































