લીલીયામાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જાહેર રસ્તા પર નશાની હાલતમાં વાહન ચલાવતા એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું ખુલતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધારીમાંથી કેફી પીણું પીને વાહન ચલાવતો યુવક પકડાયો હતો. લીલીયામાંથી બે અને વડીયામાંથી એક મળી કુલ ૩ શખ્સો નશાની હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. ચલાલા પાણીયા રોડ પરથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. દામનગર હિરાબજાર પાસેથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ મળી હતી.










































