લીલીયા તાલુકાના સનાળીયા ગામે નવનિર્મિત શિવ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૧૩/૧૦થી તારીખ ૧૫/૧૦/૨૦૨૫ સુધી યોજાશે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરુદ્ર યજ્ઞ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગામના યુવાનો, બાળકો, વડીલો, અબાલ વૃધ્ધ સહિત સૌ કોઇ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પોતાના ઘરનો પ્રસંગ હોય તેમ સમજીને કરી રહ્યા છે. પ્રથમ દિવસે હેમાજળી, ગણપતિપૂજન, પંચાગકમ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવની પૂજા, અગ્નિ પૂજા, આરતી, સાંજે ૬/કલાકે ભોજન પ્રસાદ, સનાળીયા ધૂન ભજન મંડળ દ્વારા રાત્રીના ભજન-સંધ્યા થશે. બીજા દિવસે સવારના ૮/કલાકે પ્રારંભ પ્રાતપૂજન, જલયાત્રા, નગરયાત્રા, પ્રસાદ વાસ્તુ, ૧૫૧ કુલડી માટીની, ધૂત ધિવાશ (ઘી), જલાધિવાશ (જલ), ધાન્યધિવાશ (ધઉ), સાયંપૂજા, આરતી, સાંજ ના ૬/કલાકે ભોજન પ્રસાદ, તેમ જ ભાતિગળ લોકડાયરો કિશન રાદડિયા, નિરાગ કાછડીયા ધૂન, ભજન, રાસગરબા, હાસ્ય રસ વિગેરે પીરસી લોકોને મંત્રમુગ્ધ કરશે, ત્રીજા દિવસે સવારે ૮/કલાકે પ્રાતપૂજન, મૂર્તિન્યાસ, શિખર પ્રતિષ્ઠા, સ્થિરહોમ, પોષ્ટિકહોમ, ઉત્તરપૂજન, ભોજન પ્રસાદ, તેમજ રાસ ગરબાનું આયોજન કરાયું છે. આ મહોત્સવનું આયોજન સમસ્ત સનાળિયા ગામના લોકો દ્વારા દાન એકત્ર કરીને થઈ રહ્યું છે, એવું ગામના યુવા અગ્રણી સંસ્કાર સોજીત્રાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.






































