રાષ્ટીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીએ નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં વ્યકિત ગત હાજરીમાંથી મુકિત માંગી છે. એ જ રીતે, તેમના પુત્રો, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવે પણ કોર્ટમાં વ્યકિત ગત હાજરીમાંથી મુકિત મેળવવા માટે અરજીઓ દાખલ કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેષ્ટિગેશન દ્વારા નોંધાયેલા આ કેસમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામેલ છે. કોર્ટ આ અરજીઓ પર સુનાવણી કરશે અને ચુકાદો આપશે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નોકરી માટે જમીન વ્યવહાર કેસમાં ચાર્જશીટ દાખલ થયા પછી, આજે પ્રથમ વખત લાલુ પરિવારની ભૂમિકા પર સુનાવણી કરવામાં આવી. ચાર્જશીટ સ્વીકારતા પહેલા, કોર્ટે જણાવ્યું હતું કે લાલુ પરિવારની સિન્ડીકેટ તરીકે સંડોવણીના પ્રથમદર્શી પુરાવા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સૌથી મોટું નામ હોવા છતાં, તમામ ધ્યાન તેજસ્વી યાદવ પર કેન્દ્રિત છે. તેમને સુનાવણી માટે વ્યકિતગત રીતે હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. તેજસ્વી સૌથી અગ્રણી વ્યકિત છે કારણ કે, ઇત્નડ્ઢ ના કાર્યકારી પ્રમુખ તરીકે, તેમને લાલુના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા છે અને મહાગઠબંધનના સૌથી અગ્રણી નેતા છે. તેઓ છેલ્લી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી રહ્યા હતા.
સુનાવણી દરમિયાન, લાલુ યાદવની મોટી પુત્રી અને પાટલીપુત્રના સાંસદ મીસા ભારતી અને તેમની બહેન હેમા યાદવ કોર્ટમાં હાજર થયા, પરંતુ અન્ય લોકો હાજર ન થયા. પરિણામે, કોર્ટે એક આદેશ જારી કર્યો હતો કે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને ૧ થી ૧૫ ફેબ્રુઆરી વચ્ચે રૂબરૂ હાજર રહેવું પડશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં વધુ કોઈ છૂટ આપવામાં આવશે નહીં. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સમગ્ર કેસમાં નિયમિત સુનાવણી ૯ માર્ચથી શરૂ થશે. કાનૂની નિષ્ણાતો માને છે કે નિયમિત સુનાવણી શરૂ થવાથી આ કેસમાં ચુકાદો ઝડપથી આવવાની અપેક્ષા છે, જે ચૂંટણી વર્ષમાં આરજેડીની રાજકીય મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.








































