લાયસન્સ રિન્યુ કરવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ.૧,૫૦૦ ની લાંચ લેતા ગાંધીનગર આરટીઓનો  જીઆઇએસએફ ગાર્ડ અશોક કચરાભાઈ સોલંકીને એસીબીએ ઝડપી લીધો હતો.આ કેસની વિગત મુજબ ફરિયાદીને લાયસન્સ રીન્યુ કરવાનું હોવાથી ગાંધીનગર આરટીઓના  જીઆઇએસએફ ગાર્ડ અશોક સોલંકીનો સંપર્ક કર્યો હતો.જેમાં તેમણે લાયસન્સ રીન્યુ કરવા માટે રૂ.૧,૫૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો. જેમાં એસીબીના અધિકારીઓએ આરટીઓ કચેરી ગાંધીનગર ખાતે જાળ બિછાવી આરોપી અશોક સોલંકીની લાંચ લેતા ધરપકડ કરી હતી.