આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય
પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે ક્લબની મહિલા પાંખ દ્વારા અમરેલીની વિવિધ સેવાભાવી સંસ્થાઓ જેવી કે મહિલા વિકાસ ગૃહ, મુકબધીર શાળા તથા મણિનગર સ્થિત મહિલા અંધશાળાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાની બહેનોને સેનેટરી નેપકિન અર્પણ કરી તેમના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યની કામના કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સભ્યો રસીલાબેન મોવલીયા, ઉષાબેન વસાણી, હેમાલીબેન નાકરાણી, અલ્પાબેન ગઢિયા, પુનમબેન ડુંગરાણી તથા ચેતનાબેન સુરેજા સહિત અન્ય લાયોનેસ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.









































