લાઠી તાલુકાના ભાલવાવથી ચારોડીયા ગામને જોડતા નોન પ્લાન રોડના નિર્માણ કાર્યનું રૂ. ૨ કરોડના ખર્ચે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જનસમૂહને સંબોધતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મજબૂત માર્ગ વ્યવસ્થા અત્યંત આવશ્યક છે. આ રોડનું કામ પૂર્ણ થતાં ભાલવાવ તથા ચારોડીયા સહિત આસપાસના ગામોના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને આવાગમનમાં મોટી સુવિધા મળશે તેમજ સમય અને ખર્ચની પણ બચત થશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.










































