લાઠી તાલુકાના અકાળા ગામે મજૂરીકામ કરતા એક શ્રમિક પરિવારની પુત્રીએ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. લાઠીના અકાળા ગામે રહેતા ડુંગરભાઈ વસ્તાભાઈ વસુનિયા જે જગદીશભાઈ ધીરૂભાઈ રાખોલીયાની વાડીએ મજૂરીકામ કરે છે તેની ૧૬ વર્ષીય દીકરીએ અગમ્ય કારણોસર પોતાની મેળે મોનોકોટો ઝેરી દવા પી જતા સગીરાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન સગીરાનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાની જાણ સગીરાના પિતાએ લાઠી પોલીસને કરતા આ ઘટના અંગે લાઠી પોલીસે તપાસ શરૂ કરી છે.






































