અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અમરેલી જિલ્લાના આહ્વાનથી BRC ભવન, અમરેલી ખાતે ‘મારી શાળા મારું સ્વાભિમાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિક્ષકોએ શાળાઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ સૌરભભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતુલભાઈ કાનાણીએ રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકાને મહત્વની ગણાવી અને સ્વચ્છતા પર વધુ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સૌરભભાઈ મકવાણાએ ગુરુકુળ પરંપરાનું મહત્વ સમજાવતા મેકોલે પહેલા અને પછીની શિક્ષણ પ્રણાલી વિશે વાત કરી હતી. પી.બી. પંડ્યા DDOએ શ્રમદાન, સ્વચ્છતા અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.








































