રાજુલા શહેરના ડોળીના પટ્ટ વિસ્તારમાં રહેતી એક ૧૮ વર્ષીય યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કયુમભાઇ ઇનુસભાઇ બેલીમની પુત્રી કૌશર (ઉ.વ. ૧૮) ગત તારીખ ૧૨/૦૨/૨૦૨૬ ના રોજ સવારે નવેક વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી ‘બ્યુટી પાર્લર જાઉં છું’ તેમ કહીને નીકળી હતી. મોડી સાંજ સુધી કૌશર ઘરે પરત ન ફરતા અને તેની કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. અંતે, આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણ કરવામાં આવી છે. હાલમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ બાબરીયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.