રાજુલાની આહિર સમાજની વાડી ‘જ્ઞાની અને વિજ્ઞાની’ પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક ડો. પંકજ જોશી, જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ખગોળવિદ છે, અતિથિ વિશેષ તરીકે વરિષ્ઠ લેખક અને યુવા નવલકથાકાર, પત્રકાર અને રાજુલાના વતની અને સૌરાષ્ટ્રના માતબર અખબારોમાં કામ કરી ચૂક્યા છે તેવા ધૈવત ત્રિવેદી તેમજ ગુર્જર પ્રકાશનના મનુભાઈ શાહ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા. અધ્યાત્મ, વિજ્ઞાન અને સાહિત્યના આ ત્રિવેણી કાર્યક્રમમાં શહેરના આગેવાનો, વેપારીઓ તેમજ વિવિધ સંસ્થાના કાર્યકરો તેમજ લેખકો, કવિઓ તેમજ લોકસાહિત્યકારો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં રાજુલાના સ્વ. ધીરજરામ શાસ્ત્રી બાપાની ૧૨૩ મી જન્મજયંતી પ્રસંગે તેમના આધ્યાત્મિક પ્રવચનને લેખમાળા સ્વરૂપે સમાવવાનો પ્રયાસ કરવા પરિવાર તથા શિષ્ય પરિવાર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન કરશનભાઈ ગોહિલ, બાલકૃણભાઈ ત્રિવેદી, શાસ્ત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીયૂષભાઈ દેસાઈએ કર્યુ હતું.








































