રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એચ.બી. સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે ૨૬મી જાન્યુઆરી – રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, ડાયરેક્ટર ડા. જીગ્નેશભાઈ વાજા તેમજ રાજુલાના વરિષ્ઠ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ પ્રિન્સિપાલ ડા. રીટાબેન રાવલે મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. આ રાષ્ટ્રીય પર્વે કોલેજની વિદ્યાર્થિનીઓ ખુહા નિશિતાબેન અને બલદાણીયા દિવ્યાબેનના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન, પરેડ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.