અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આંબેડકર નગર, કન્નૌજ, જાલૌન અને સહારનપુરની સરકારી મેડિકલ કોલેજામાં અનામત શ્રેણી માટે ૭૯% થી વધુ બેઠકો અનામત રાખવાના રાજ્ય સરકારના આદેશને રદ કર્યો છે. ખંડપીઠે રાજ્ય સરકારને ૨૦૦૬ ના અનામત કાયદા મુજબ નવેસરથી બેઠક ભરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ખાતરી કરી શકાય કે અનામત મર્યાદા સ્થાપિત ૫૦ ટકાથી વધુ ન હોય.નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ઉમેદવાર સબરા અહેમદ દ્વારા દાખલ કરાયેલી અરજી પર ન્યાયાધીશ પંકજ ભાટિયાની ખંડપીઠે આ નિર્ણય આપ્યો.નીટ-૨૦૨૫ માં ૫૨૩ ગુણ અને ઓલ ઇન્ડિયા રેન્ક ૨૯,૦૬૧ મેળવનાર અરજદારે દલીલ કરી હતી કે ૨૦૧૦ અને ૨૦૧૫ વચ્ચે જારી કરાયેલા અનેક સરકારી આદેશોએ ગેરકાયદેસર રીતે અનામત મર્યાદા વધારી દીધી હતી. અરજીમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે આ કોલેજામાં રાજ્ય સરકારના ક્વોટામાં ૮૫-૮૫ બેઠકો છે, પરંતુ બિનઅનામત શ્રેણીને માત્ર સાત બેઠકો ફાળવવામાં આવી રહી છે. આને લાંબા સમયથી ચાલતા સિદ્ધાંતનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું હતું કે અનામત ૫૦ ટકાથી વધુ ન હોવી જાઈએ.રાજ્ય સરકાર અને તબીબી શિક્ષણ અને તાલીમ મહાનિર્દેશકએ અરજીનો વિરોધ કર્યો અને ઇન્દિરા સાહની કેસનો ઉલ્લેખ કરીને દલીલ કરી કે ૫૦ ટકા મર્યાદા નિરપેક્ષ નથી અને તેને ઓળંગી શકાય છે. જાકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી, અને કહ્યું કે અનામત મર્યાદામાં કોઈપણ વધારો યોગ્ય કાનૂની પ્રક્રિયાઓ અને નિયમો અનુસાર થવો જાઈએ.