લીલીયા રેન્જમાં આવેલા મોટા ગોખરવાળા ગામ નજીક એક કેનાલના ભૂંગળામાં ફસાયેલા બે સિંહબાળનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સ્થાનિક ખેડૂતની સમયસરની જાણકારીના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. વન્યજીવ રેન્જના સ્ટાફે ગંભીરતા અને સંવેદનશીલતા દાખવીને તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કુશળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્‌યું. સિંહબાળને ભૂંગળામાંથી સુરક્ષિત બહાર કાઢી, કોઈપણ ઈજા ન થાય તે માટે તાત્કાલિક પિંજરામાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને તેમની માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતુંં.