મક્કામાં પવિત્ર યાત્રા માટે ગુજરાતના પરિવારો ગયા હતા. ગઈકાલે એરપોર્ટ પર પહોચ્યા અને યુદ્ધની શરૂઆત થતા તમામ લોકો અટવાયા છે.
મિડલ ઈસ્ટમાં ફેલાયેલ અશાંતિના માહોલમાં ગુજરાતના ૫૫ લોકો ફસાયા છે. આ તમામ લોકો મક્કામાં ગયા હતા. ત્યારે મક્કામાં ફસાયેલા અમદાવાદીઓએ જણાવ્યું કે, મક્કામાં પવિત્ર યાત્રા માટે ગુજરાતના પરિવારો ગયા હતા. ગઈકાલે એરપોર્ટ પર પહોચ્યા અને યુદ્ધની શરૂઆત થતા તમામ લોકો અટવાયા છે. હાલ મક્કા પાસે તમામ ૫૫ લોકો હોટલમાં રોકાયા છે. અમે વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી છે.
મક્કામાં ફસાયેલા ગુજરાતના લોકોએ કહ્યું કે, હોટેલના ભાડા મોંઘા હોવાથી રૂપિયા ખતમ થઈ ગયા છે. બહાર નીકળતા ડર લાગી રહ્યો હોવાનો ફસાયેલા મુસાફરોએ દાવો કર્યો છે. ભારત સરકાર જલ્દી દેશમાં પરત લાવે એવી માંગ છે. મક્કામાં ભારતીય દૂતાવાસ તરફથી પણ મદદ ના મળતી હોવાનો દાવો તેઓએ કર્યો છે.
રાજકોટના એક પરિવારના ત્રણ સભ્યો દુબઇમાં નોકરી કરે છે. અપરિવારના ચાર સભ્યો પૈકી ત્રણ દુબઈમાં છે. પિતા પુત્ર અને પુત્રી છેલ્લા ત્રણ વર્ષથી રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. પરિવાર જે સ્થળે રહે છે ત્યાંથી ૨૦ કિલોમીટર દૂર જ મિસાઈલ હુમલો થયો હતો. ત્યાં ટર્મિનલ ત્રણમાં હુમલો કરાયો હતો.
મધ્ય એશિયાના દેશોમાં યુદ્ધનો મામલો છવાયો છે. ત્યારે રાજકોટના યુવાને દુબઈની પરિસ્થિતિ વર્ણવી. તેણે કહ્યું કે, દુબઈમાં હાલ બધું સેફ છે, ૧૦ સભ્ય સાથે ફરવા માટે આવ્યા છીએ. ભારતની ફ્લાઈટ કેન્સલ હતા પરિવારજનો ચિંતા કરી રહ્યા છે. ભારત સરકારને વિનંતી કે ફ્લાઇટની વ્યવસ્થા કરી વહેલી તકે ભારત લઈ આવે.
તો બીજી તરફ, વડોદરાથી મક્કા ગયેલા લોકોની ચિંતા વધી ગઈ છે. મક્કામાં હજારો લોકો પહોંચ્યા છે, અને ત્યાં યુધ્ધ શરૂ થતા દુનિયાભરમાંથી આવેલા મુસાફરો ચિંતામાં મૂકાયા છે. ઈરાન અને ઈઝરાયેલના યુધ્ધના કારણે મુશ્કેલી વધી છે. હજુ ઘણા લોકો જવાના હતા તેઓ પણ અટવાયા છે. આ વિશે મકકા પહોંચેલા ફારુક સોનીએ કહ્યું કે, મક્કા પહોંચી ગયેલા લોકો પાછું ક્યારે અવાશે તેની ચિંતા છે.
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુધ્ધની અસર સમગ્ર મિડલ ઈસ્ટમાં જાવા મળી છે. બહેરીનમાં રહેતા ગુજરાતીઓ પણ ચિંતામાં સપડાયા છે કે હવે શુ કરવું. બહેરીનમાં રહેતા નરેશભાઈએ સ્થિતિ વિષે માહિતી આપતા કહ્યું કે, એક કિમી દુર વિસ્તારમા એટેક થયો હતો. સવારે એક કલાકમાં ૬ થી ૭ એટેક થયા. અમારા શહેરી વિસ્તારમાં કોઈ ચિંતાની વાત નથી. એડવાઇઝરી પણ સતત આપવામા આવી રહી છે. સતત ધડાકા અને ધ્રજારીનો અવાજ આવી રહ્યો છે. આગળ શું થશે તેને ખ્યાલ નથી.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તંગ બનેલા માહોલ વચ્ચે હવાઈ મુસાફરી પર અસર સર્જાતા અમદાવાદથી વિવિધ જગ્યા ઉપર જનારી કેટલીક ફ્લાઈટો કેન્સલ થતા મુસાફર અટવાયા ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઈ મુસાફરી પર અસર સર્જાઈ છે. વિવિધ દેશમાં હવાઈ મુસાફરી બંધ કરતા અમદાવાદમાં હવાઈ મુસાફરી પર માઠી અસર પડી છે. અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે. આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોને અસરને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડીલે અને રદ જાવા મળી છે. તો ફલાઇટ રદ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા છે. મુસાફરોને એરપોર્ટ દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ તપાસી બાદમાં મુસાફરી કરવા સલાહ અપાઈ છે.
અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરી એડવાઈઝરી સાથે એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક ધમધમતુ થઈ ગયું છે. ઈતિહાદના હેલ્પ ડેસ્ક માટે મુસાફરો ૧૮૦૦૧૨૩૩૯૦૧ પર કોલ કરી શકે છે. તો ફ્લાઈટ વિલંબ અને કેન્સલ થવા વચ્ચે મુસાફરોને મદદરૂપ થવા એરપોર્ટ ઓથોરિટીનો હેલ્પ ડેસ્ક મદદ કરી રહ્યો છે. ઈન્ડિગોની કુવૈત અને અબુ ધાબી અને ઇતિહાદની અબુ ધાબીની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે.
ફલાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા છે. મુસાફરોએ રિફંડ અને જમવાની વ્યવસ્થાની માંગ કરી કરી છે. દૂરથી આવેલા મુસાફરોએ રાતે રોકાણ વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે. એકાએક ફલાઇટ કેન્સલ થતા અન્ય ફ્લાઈટના ભાડામાં અધધ વધારો થતાં મુસાફરોએ અન્ય ફલાઇટ સેવા પૂરી પાડવા માંગ કરી છે. ૧૨ ફેબ્રુઆરીએ લગ્ન કરી કેનેડા પરત જતું કપલ પણ એરપોર્ટ પર ફસાયું છે. તો યુવકને ૨ માર્ચે કેનેડામાં નોકરીએ હાજર થવા જાણ કરી પણ ફ્લાઈટ ડીલે થતા યુવક પત્ની સાથે અટવાયો છે.







































