મહાનગરોના સિમેન્ટ, ક્રોક્રેટના ઉંચા-ઉંચા ટાવરો વચ્ચે ગામડા-ગામના ખાનદાની ખોરડાઓને જાણે હવે જાખપ લાગી ગઈ છે. દેશ એ ગામડાઓથી સમૃધ્ધ હતો હવે, ગામડાઓમાંથી થતા સતત સ્થળાંતરના કારણે આજે અનેક ગામડાઓ વેરાન બની ચૂકયા છે. ગામડાઓ ભાંગવાનું મુખ્ય કારણ જમીનોના ટુંકડા, ખેતીમાં અનિયમિત અને અનિશ્ચિત આવક, ખેત મજુરોનો અભાવ જેવા અનેક કારણો સહિત સામાજીક કારણો પણ એટલા જ જવાબદાર છે. શું ગામડાઓમાંથી સતત સ્થળાંતર થતી વસ્તીને મહાનગરો સાચવી શકશે ખરા ? મહાનગરોની ટ્રાફિક સમસ્યા, વસ્તી વધારાની સમસ્યા, મોંઘવારી સહિતના કારણો ગામડામાંથી સ્થળાંતર થતા લોકો જીરવી શકશે ખરા? આપણા દેશે ઝડપથી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી લીધુ છે. જેના સામાજીક અને પારિવારીક જીવન ઉપર પણ ગંભીર અસર જાવા મળી છે. આ બધા વચ્ચે પણ જનની જન્મભૂમિ માટે એવા ઘણા લોકો કામ કરી રહ્યા છે. જેને દેખાવો કરવાનો કે પ્રસિધ્ધ થવાનો મોહ નથી પણ વર્તમાન પરિસ્થિતી જાણીને ધુળમાં ધામા નાખ્યા છે.
અમદાવાદ જેવા મહાનગરોમાં રહીને એમ.બી એ હેલ્થકેર મેનેજમેન્ટની ડિગ્રી મેળવીને બેંક, હોસ્પિટલ જેવી ખ્યાતી પ્રાપ્ત જગ્યાએ નોકરી કરી નાની ઉંમરે અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને વંચિતોની સેવાનું માધ્યમ બન્યા એ છે જેનીબેન ચેતનભાઈ જાદવ જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામના વતની છે. ૩૮ વર્ષની વયે માટી, માતૃભૂમિ, ખેડૂતો અને ગામડાઓની સેવા માટે કામે લાગ્યા છે.
સામાજીક સંસ્થાઓ સાથે જાડાઈને પંખીઓ અને ગાયોને બચાવવાની પ્રવૃતિઓ નિભાવી ઉપરાંત સાઉથ આફ્રિકા સરકારના નિમંત્રણથી વાઈલ્ડ લાઈફની પ્રવૃતિઓ કરી ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજયોમાં પ્રાણીઓની ગણતરીમાં પણ જોડાયા હતા.
આ બધા વચ્ચે આ દિકરી વિચારે છે. કે આજે ગામડાઓ અને ખેતી ભાંગી રહી છે. વધુ પડતા ખાતરો અને દવાઓના કારણે કેન્સર સહિત અનેક બિમારીઓ અને જમીન બિન ઉપજાવ બનતી જાય છે. ત્યારે શહેરીકરણની લાઈફ સ્ટાઈલ છોડીને ધુળમાં ધામાનાખી ખેડૂતોને
જાગૃત કરવા માટે પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યુ છે. આજે લોકો ઉપદેશ આપે છે. ગામડાઓમાં રહો, ખેતી કરો પણ અનુકરણ કોઈ કરતા નથી. પરંતુ જેનીબેન વાસ્તવના રસ્તે ચાલીને માંગરોળની બાજુમાં શેરીયાજ ગામે વર્મી કોમ્પોસ્ટ યુનિટ ઉભુ કર્યુ છે. ૧ એકરમાં વર્મી કંમ્પોસ્ટ ખાતર બનાવવા માટે યુનિટ ઉભુ કર્યુ છે. જેના થકી ખેડૂતોને ઉત્તમ પ્રકારનું સેન્દ્રીય ખાતર બનાવીને પુરૂ પાડવામાં આવે છે. ઉપરાંત તેની સમજ ખેડૂતોને આપવામાં આવે છે. સેન્દ્રીય ખાતરોના ફાયદા અને અળસિયા વિશે ખેડુતોને તેના થતા લાભોથી માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત શાળા અને કોલેજાના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લઈને શિક્ષણ મેળવે છે. જેને એક વિઘો જમીન નથી એવી વ્યક્તિ ખેતી, ખેડૂતો અને ગામડાઓને જાગૃત કરવા મથી રહ્યા છે જયારે જે લોકોને ખેતીએ સુખી કર્યા એ લોકો મહાનગરોની વાટ પકડી છે. જેનીબેન જાદવનો સંપર્ક નં. ૯૮૭૯૯૭ર૪૪૩ છે.
: તિખારો:
જીંદગીના છાંયડામાં મજા કરી હોય તેમણે તડકો સહન કરતા પણ શીખવુ જાઈએ. એવું વ્યક્તિત્વ તડકામાં લડવામાં સૂકાય જાય છે.
જેનું અસ્તીત્વ છાંયડામાં હોય