અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને આડે માત્ર બે અઠવાડિયા બાકી છે અને તે પહેલા જ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને મોટો ઝટકો લાગ્યો છે. હવે નવા સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સ્તરે કમલા હેરિસ પર થોડી લીડ મેળવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના નવા સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે.
પોલિટિકોના એક નવા રિપોર્ટ અનુસાર, ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે જીતના મામલે કમલા હેરિસ કરતા લગભગ બે ટકા આગળ છે. આમાં, ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આગાહી હવે ૪૮ ટકા છે, જ્યારે કમલા હેરિસની જીતની સંભાવના હવે માત્ર ૪૫ ટકા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રય સ્તરે રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો છે. જા કે, જે ઉમેદવાર સ્વિગ રાજ્યોમાં ધાર મેળવે છે તે પણ જીતશે.પોલિટિકોના રિપોર્ટ અનુસાર, વોશિંગ્ટન પોસ્ટ દ્વારા સોમવારે જાહેર કરાયેલા આ રાજ્યોના સર્વેમાં જાણવા મળ્યું છે કે અહીં ટ્રમ્પ અને હેરિસ બંનેને થોડી લીડ છે. આ સર્વે ૧૯-૨૨ ઓક્ટોબર વચ્ચે ૧,૫૦૦ નોંધાયેલા મતદારો વચ્ચે કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ૪૮ ટકા મતદારો ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી યોગ્ય ઉમેદવાર માને છે, જ્યારે ૪૫ ટકા મતદારો કમલા હેરિસની તરફેણમાં છે. નોંધનીય છે કે બંને ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારને ૫૦ ટકા કે તેથી વધુ સમર્થન મળી શક્યું નથી.
આ પહેલા ડિસીઝન ડેસ્ક હિલના તાજેતરના સર્વેમાં પણ ટ્રમ્પે લીડ મેળવી હતી. આ સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે જીતના મામલે કમલા હેરિસ કરતા ૪ ટકા આગળ હતા. ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આગાહી હવે ૫૨ ટકા હતી, જ્યારે કમલા હેરિસની જીતની સંભાવના હવે માત્ર ૪૮ ટકા હતી.
આ તાજેતરના સર્વેક્ષણોમાં, ભલે ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાં કમલા હેરિસ કરતાં ‘થોડા’ આગળ નીકળી ગયા હોય, પરંતુ પરિણામ હજુ સ્પષ્ટ થયું નથી. આ વખતે રાષ્ટ્રપતિ કોણ બનશે તે અમેરિકાના સ્વિગ સ્ટેટ્સ નક્કી કરશે. ટ્રમ્પને વિસ્કોન્સિન અને મિશિગનમાં લીડ મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉપરાંત એરિઝોના, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં ટ્રમ્પની અગાઉની લીડ યથાવત છે. જાકે, ૭ ચૂંટણી રાજ્યો નેવાડા, એરિઝોના, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં ચૂંટણી પરિણામો કંઈપણ હોઈ શકે છે.
માનવામાં આવે છે કે આ રાજ્યો નક્કી કરશે કે કોને જીતવા માટે ૨૭૦ વોટ મળે છે. તાજેતરના અનુમાન મુજબ, ટ્રમ્પ કે કમલા હેરિસમાંથી કોઈએ સ્પષ્ટપણે આ સંખ્યા હાંસલ કરી નથી. કમલા હેરિસના નામની ઘોષણા પહેલા ટ્રમ્પ સર્વેમાં સતત બિડેન પર આગળ હતા, પરંતુ હવે લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે.
આ દરમિયાન કમલા હેરિસે ફરી એકવાર પોતાની જીતનો દાવો કર્યો છે. જ્યોર્જિયામાં ચૂંટણી પ્રચાર માટે રવાના થતા પહેલા તેણે કહ્યું હતું કે તે તમામ અમેરિકનોની નેતા બનવા માટે તૈયાર છે. તેણીએ કહ્યું કે તે લોકશાહીના ભવિષ્ય વિશે દરેકની ચિંતા જાઈ રહી છે. કમલા હેરિસે કહ્યું કે અમેરિકનો એવા રાષ્ટ્રપતિ ઈચ્છે છે જે દેશનું નેતૃત્વ આશાવાદ સાથે કરે અને તેમની સામેના પડકારોનો સામનો કરે. આ દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર લોકોની મૂળભૂત સ્વતંત્રતા છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો.