સોમવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું. સપ્તાહના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૪૫૫.૩૭ પોઈન્ટ (૦.૫૬%) ના વધારા સાથે ૮૨,૧૭૬.૪૫ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે એનએસઇનો નિફ્ટી ૫૦ પણ ૧૪૮.૦૦ પોઈન્ટ (૦.૬૦%) ના વધારા સાથે ૨૫,૦૦૧.૧૫ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે એક સમયે સેન્સેક્સ ૮૨,૪૯૨.૨૪ પોઈન્ટ અને નિફ્ટી ૨૫,૦૭૯.૨૦ પોઈન્ટ પર ખૂબ જ ઝડપથી ટ્રેડ કરી રહ્યો હતો. જાકે, બજારમાં આ તેજી લાંબો સમય ટકી ન હતી અને વેચાણના દબાણને કારણે આ મોટો વધારો ઘટીને નાનો થઈ ગયો હતો.
આજે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી, ૨૨ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની ૮ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, આજે નિફ્ટી ૫૦ ની ૫૦ માંથી ૩૮ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૨ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ૨.૧૭ ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે એટરનલના શેર સૌથી વધુ ૪.૫૫ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સના શેર એચસીએલ ટેક ૧.૫૫ ટકા, ટાટા મોટર્સ ૧.૫૧ ટકા, નેસ્લે ઇન્ડિયા ૧.૫૧ ટકા,આઇટીસી ૧.૫૦ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૪૧ ટકા, ટેક મહિન્દ્રા ૧.૨૯ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૨૩ ટકા, ઇન્ફોસિસ ૧.૧૨ ટકા, ઇન્ડસઇન્ડ બેંક ૦.૯૮ ટકા, ટાઇટન ૦.૯૦ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૭૪ ટકા, ભારતી એરટેલ ૦.૭૨ ટકા, બજાજ ફિનસર્વ ૦.૬૫ ટકા,ટીસીએસ ૦.૬૩ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬૧ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૪૫ ટકા,એસબીઆઇ ૦.૪૨ ટકા,એચડીએફસી બેંક ૦.૩૯ ટકા, એકસીસ બેંક ૦.૩૨ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૧૭ ટકા અને બજાજ ફાઇનાન્સ ૦.૧૪ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, આજે અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ૦.૪૭ ટકા, પાવર ગ્રીડ ૦.૩૯ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૩૦ ટકા,એનટીપીસી ૦.૩૦ ટકા, ટાટા સ્ટીલ ૦.૨૮ ટકા, સન ફાર્મા ૦.૧૯ ટકા અને મારુતિ સુઝુકીના શેર ૦.૧૭ ટકા ઘટીને બંધ થયા.









































