અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલના ૪ ટર્મથી પ્રમુખ પદે રહેનાર બિલ્ડર ઘનશ્યામભાઇ ડોબરીયાએ બાવનમા વર્ષમાં પ્રવેશ કરતા શુભેચ્છાનો ધોધ વહ્યો છે. સાવરકુંડલામાં રત્ન કલાકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરી હીરા ઉદ્યોગમાં આગવું સ્થાન મેળવનાર ઘનશ્યામભાઇ ડોબરીયાએ ગરીબોના હમદર્દ તરીકે નામના મેળવી છે. દરેક સમાજને સાથે રાખી આગવી ઓળખ ઉભી કરનાર ઘનશ્યામભાઇ ડોબરીયા અમરેલી જિલ્લાના રાજકીય માંધાતાઓ દિલીપભાઇ સંઘાણી, પરશોતમભાઇ રૂપાલા, નારણભાઇ કાછડીયાના અંગત સ્નેહી બની ભાજપનું કામ કરવાની જબરી કુનેહ ધરાવે છે. જિલ્લાના દરેક રત્ન કલાકારોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઘનશ્યામભાઇ ડોબરીયા દરેક ચૂંટણીમાં હુકમનો એક્કો સાબિત થયા છે. ઘનશ્યામભાઇ ડોબરીયાનો જન્મદિન હોય ત્યારે તેમના મોબાઇલ નં. ૯૪ર૬ર ૧૪૧૮૦ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.