આંતરારાષ્ટ્રીય હિન્દુ પરિષદ, કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને સામાજિક આગેવાન મજબુતભાઈ બસીયાના પિતા જીલુભાઈ બસીયાનું દુઃખદ અવસાન થતા બસીયા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જીલુભાઈ બસીયાના નિધનના સમાચાર મળતા જ શહેરના અગ્રણીઓએ જીલુભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ ચલાલા દાનબાપુની જગ્યાના પૂ.મહાવીરબાપુ, સત્તાધારની જગ્યાના મહંત પૂ.વિજયબાપુ સહિતના સંતો-મહંતોએ પણ જીલુભાઈ બસીયાને અશ્રુભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.