ગુજરાતના વન, પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના “સત્વ અટલ ધારા” કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને નેતાઓએ સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ, પ્રવાસન વિકાસ અને પ્રજા કલ્યાણના કાર્યો પર ચર્ચા કરી હતી. મંત્રીએ ધારાસભ્ય કસવાલાના લોકહિત કાર્યોની પ્રશંસા કરી અને સરકારના સહયોગની ખાતરી આપી હતી. આ મુલાકાતથી સ્થાનિક પ્રજામાં વિકાસ કાર્યોને નવી દિશા મળશે તેવી આશા ઉભી થઈ છે.





































