ભોપાલમાં તા.૧૮થી ૨૩.૧૧.૨૦૨૫ દરમિયાન નેશનલ લેવલનું ૫૨ મુ. ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં દેશભરના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ગુજરાતની કુલ ૮ કૃતિ પસંદગી પામી હતી, તે પૈકી અમરેલી જિલ્લાની એકમાત્ર કૃતિ ધારી તાલુકાના કોઠા પીપરીયા પ્રાથમિક શાળાની હતી. આ કૃતિ પડસારીયા હેમાંશી તથા પટોળીયા દર્શાલીએ ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી હતી. આ કૃતિ અંગે સંપૂર્ણ માર્ગદર્શન શિક્ષક સંદીપભાઈ ધડુકે આપેલું હતું. કૃષિ ક્ષેત્રે વધતી સમસ્યાના નિવારણ માટે પ્રાકૃતિક રસાયણને છૈં ટેકનોલોજી દ્વારા પાકને પૂરા પાડવાની અદ્ભુત પદ્ધતિ જોઈ સમગ્ર દેશના વૈજ્ઞાનિકો પણ પ્રભાવિત થયા હતા. આ સિદ્ધિ માટે ગ્રામજનોએ વિદ્યાર્થિનીઓ તથા શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.










































