ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી ચલાલા શાખાના સભાસદ ધીરુભાઈ કાથરોટીયા રહે. ચલાલાનું અવસાન થતાં તેમના વારસદારને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચેક અર્પણ કરતી વખતે મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડિયા, ડિરેક્ટરો ગીરધરભાઈ છભાયા, ગુણવંતભાઈ ભંડેરી, દિનેશભાઈ માલવીયા, ગિરધરભાઈ કાથરોટીયા, હર્ષિતભાઈ કાથરોટીયા, વિજયભાઈ કાથરોટીયા, મુકેશભાઈ રૂડાણી વગેરે આ તકે હાજર રહ્યા હતા તેમ મંડળીના સેક્રેટરી ક્રીનલબેન ગેડિયાની યાદીમાં જણાવાયું છે.









































