ભાવનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ૯ દિવસ સુધી ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે બ્લેક ફિલ્મ, ચાલુ વાહને મોબાઇલમાં વાત અને નામ નંબર પ્લેટ વગરના વાહન સામે કાર્યવાહી કરી દંડ વસૂલ્યો હતો.
ભાવનગર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા ૨૩/૧/૨૦૨૬ થી ૩૧/૧/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસમાં પોલીસે કાર્યવાહી કરી છે જેમાં ટ્રાફિક શાખાએ ૮૭ મેમો આપીને ૨૭૧૦૦ દંડ, નીલમબાગ પોલીસે ૩ મેમો આપી ૯૦૦ દંડ, ઘોઘા રોડ પોલીસે ૩ મેમો આપી ૯૦૦ દંડ, જ્યારે ભરતનગર પોલીસ દ્વારા ૨ મેમો આપીને ૩૦૦ દંડ લીધો હતો. આમ કુલ ૯૫ મેમો આપીને ૨૯,૨૦૦ નો દંડ લેવાયો છે.
ભાવનગર શહેરમાં ડ્રાઇવ દરમિયાન ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવાને પગલે ટ્રાફિક શાખા દ્વારા ૭૨ મેમો આપી ૩૬,૦૦૦ દંડ, નીલમબાગ પોલીસ દ્વારા ૫ મેમો ૨૫૦૦ દંડ, ઘોઘા રોડ પોલીસ દ્વારા ૩ મેમો આપીને ૯૦૦ દંડ, ગંગાજળિયા પોલીસ દ્વારા ૯ મેમો આપી ૪૫૦૦ દંડ, બોરતળાવ પોલીસ દ્વારા ૫ (એનસી )ને ૨૫૦૦ દંડ અને ભરતનગર પોલીસ દ્વારા ૪ મેમો આપીને ૨૦૦૦ દંડ વસુલાયો હતો. આમ કુલ ૯૮ જેટલા મેમો આપીને ૪૮,૪૦૦ નો દંડ લેવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરમાં નવ દિવસ દરમિયાન ટ્રાફિક શાખા દ્વારા બ્લેક ફિલ્મને લઈને ૨૯ મેમો ૧૪,૫૦૦ દંડ, નીલમબાગ પોલીસ દ્વારા ૫ મેમો ૨૫૦૦ દંડ, ઘોઘા રોડ પોલીસ દ્વારા ૨ મેમો ૧૦૦૦ દંડ, ગંગાજળિયા પોલીસ દ્વારા પોલીસ દ્વારા ૨ મેમો અને ૧૦૦૦ દંડ, બોરતળાવ પોલીસ દ્વારા ૪ (એનસી) ૨૦૦૦ દંડ અને ભરતનગર પોલીસ દ્વારા ૬ મેમો આપી ૩૦૦૦ દંડ મળી કુલ ૪૮ મેમો આપી ૨૪૦૦૦ દંડ લેવામાં આવ્યો હતો. આ સાથે ડીટેન બે સાઇલેન્સર કર્યા હતા અન્ય કામગીરીમાં ૯૮ વાહનો ડીટેઇન કરી ૧૦૨૬ મેમો આપી કુલ ૫,૨૦,૮૦૦નો દંડ લેવાયો હતો.








































