ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન અને મેચ પછી પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. તેણે કહ્યું કે કેટલીક બાબતો રમતગમતની ભાવનાથી ઉપર છે. આ નિર્ણય ભારત સરકાર અને બીસીસીઆઇની સંમતિથી લેવામાં આવ્યો હતો. જાકે, પાકિસ્તાની ટીમ આ વર્તનથી નિરાશ થઈ હતી, તેથી સલમાન અલી આગા એવોર્ડ સમારોહમાં હાજર રહ્યો ન હતો.ગઈકાલે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલ જામ્યો હતો. જેમાં ભારતે ક્રિકેટ મેચમાં જીત હાંસલ કરીને પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ ૨૦૨૫ દરમિયાન ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. તેણે પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. એટલું જ નહીં, મેચ પછી પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ બાઉન્ડ્રી દોરડા પાસે લાઇનમાં રાહ જાઈ રહ્યા હતા. પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજા બંધ કરી દીધો. ખરેખર આ એક પરંપરા છે, જેમાં બંને ટીમોના ખેલાડીઓ મેચ સમાપ્ત થયા પછી એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે.એક પત્રકારે સૂર્યકુમારને પૂછ્યું કે શું તેમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવો રમતની ભાવના વિરુદ્ધ છે? આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે, કેટલીક બાબતો રમતની ભાવનાથી ઉપર છે. જાકે, અગાઉ સૂર્યકુમારે મેચ પછીના સમારોહમાં કહ્યું હતું કે, અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ સશ† દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવવાના નિર્ણય અંગે, સૂર્યાએ કહ્યું કે અમારી સરકાર અને બીસીસીઆઇ બધા આ નિર્ણય પર એકમત હતા. અમે અહીં ફક્ત રમત રમવા માટે આવ્યા હતા અને મને  લાગે છે કે અમે તેમને યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા ન હતા. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું હતું કે ભારતીય ટીમ દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર કરવાથી પાકિસ્તાની ટીમ નિરાશ થઈ હતી, અને સલમાન આગા આ કારણોસર એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા ન હતા.બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ઘટના સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના વાઈટ-બોલ હેડ કોચ માઇક હેસને આ વર્તનને ‘નિરાશાજનક’ ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ટીમ મેચ બાદ હાથ મિલાવવા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા તૈયાર હતી, પરંતુ ભારતીય ટીમ તરફથી આવું કોઈ વલણ જાવા મળ્યું નહીં.પીસીબીએ મેચ રેફરી સામે પણ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે રેફરીએ ટોસ દરમિયાન પણ બંને કેપ્ટનોને હાથ ન મિલાવવા જણાવ્યું હતું. આ ઘટનાક્રમ દર્શાવે છે કે આ વિવાદ માત્ર ખેલાડીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંને દેશોના ક્રિકેટ બોર્ડ અને અધિકારીઓ સુધી પહોંચ્યો છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા પણ મેચ પછીના ઇનામ વિતરણ સમારોહમાં હાજર રહ્યા ન હતા, જે કદાચ આ નારાજગીનું પ્રતીક હતું.ગયા અઠવાડિયે દુબઈમાં ટુર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનોની બેઠક દરમિયાન જ્યારે સૂર્યકુમાર પાકિસ્તાની કેપ્ટન સલમાન સાથે હાથ મિલાવતા જાવા મળ્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેની પણ ટીકા થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને શુભેચ્છા પાઠવવા બદલ પણ તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.